અંદાજે 200 જેટલા ખેડૂતોએ એકત્રિત થઈ દોઢ-બે કલાક સુધી ફાટક બંધ રાખવા સામે આંદોલનનું કર્યું એલાનહળવદ : હળવદના રણજીતગઢ ગામે લાંબો સમય સુધી ફાટક બંધ રહેતી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. રેલ તંત્રના આ વલણ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવીને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર હળવદના રણજીતગઢ ગામના પાદરમાંથી રેલવે લાઈન નીકળતી હોય, જ્યારે ટ્રેન પસાર થઈ જાય છે ત્યારબાદ પણ લાંબો સમય સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. અવારનવાર દોઢ-બે કલાક જેટલો સમય ફાટક બંધ રહે છે. જેના કારણે રોજ ખેડૂતોનો સમય બગડે છે. આ પ્રશ્નને લઈને આજે 200 જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા. આ ખેડૂતોએ આગામી 15 ડિસેમ્બર સુધીમાં જો આ પ્રશ્ન હલ નહિ થાય તો રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.