હિસાબ આપો...હિસાબ આપો...ના નારા સાથે સુપર માર્કેટથી નગરપાલિકા સુધી રેલી યોજાઈ, ચીફ ઓફિસરને આવેદન અપાયુંhttps://youtu.be/D2Sb0h5qMRUમોરબી : આવાસ યોજના, નંદી ઘર અને 45(ડી)ની માહિતિ આપવાની માંગ સાથે કોંગ્રેસે રેલી સાથે હવન કર્યો હતો. જેમાં હિસાબ આપો...હિસાબ આપો...ના નારા સાથે સુપર માર્કેટથી નગરપાલિકા સુધી રેલી યોજાઈ હતી. ઉપરાંત ચીફ ઓફિસરને આવેદન અપાયું હતું.કોંગ્રેસ અગ્રણીઓના જણાવ્યા અનુસાર મોરબીમાં નગરપાલિકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીની ઢોરમુક્ત બનાવવા નંદીઘર, (45)ડી હેઠળના કામો તેમજ ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવ્યા હતા. આ કામો પ્રજાના ટેક્સના આવકમાંથી કરવામાં આવ્યા હોય જેથી ગત તા. 30-7-2024ના રોજ વિરોધપક્ષ તરીકે આ કામોની વિગત માંગવામાં આવી હતી. પરંતુ તમામ કામોમાં ક્યાંકને ક્યાંક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોય, જેના રેકોર્ડ હાલ નગરપાલિકા કચેરી ખાતે ગુમ થયા હોય તેવી શંકા સેવાઈ રહી છે. જેથી હિસાબ આપવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા સુપર માર્કેટ શનાળા રોડ થી નગર પાલિકા સુધી રેલી યોજવામાં આવી હતી. આ સાથે નગરપાલિકા ખાતે હવન કરવામાં આવ્યો હતો. જયારે આ મામલે ચીફ ઓફિસરે નિવેદન આપતા જણાવ્યું કે તમામ માહિતીઓ એક ફોર્મેટ મુજબ માંગવામાં આવે છે. નિયમોનુસાર માહિતી માંગવામાં આવશે તો ચોક્કસ તેના જવાબો આપવામાં આવશે.