મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડયા બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઇ કુશવા વિશેક દિવસ પહેલા કારખાનામાં પોતાનુ મજુરી કામ પતાવી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હતા. ત્યારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ ઉપર ચાર માણસો આવી ફરીયાદીને ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી ફરીયાદી પાસેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૨,૫૦૦/- ના મુદામાલની લુંટ કરી કરી હતી.એલસીબીએ આ લૂંટને અંજામ આપનાર આરોપી અસગર રમજાનભાઇ માયાભાઇ મોવર રહે.કાજરડા તા.માળીયા(મિં), સમીર સુભાનભાઇ હુશેનભાઇ મોવર રહે.માળીયા (મિં), હનીફભાઇ અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા (મિં)ને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે પોલીસ દ્વારા આ આરોપીઓએ અગાઉ ક્યાં ક્યાં લોકો સાથે લૂંટ ફાટ કરી છે તે દિશામાં તપાસ હાથ ધરશે.