માળિયા : માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામના યુવાન એવા મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈ આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરી આવતા આજે પીપળીયા ચાર રસ્તાથી મોટાભેલા ગામ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનો તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ભારત માતા કી જય વંદેમાતરમ્ના નારા સમગ્ર ગામની શેરી ગલીઓ ગુંજાવી હતી. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સમગ્ર ગામ વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફુલોનુ વરસાદ કરી લને સ્વાગત કરવામાં આવ્યું હતું.