મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરત અમરશીભાઈ સનુરા અને આરોપી પ્રકાશ ઉર્ફે ગુડડુ પ્રવીણભાઈ મકવાણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1710 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.