મોરબી : મોરબીમાં જેટકોના APO એચ. વી. ભગદેવભાઈનો નિવૃત્તિ સન્માન સમારોહ તારીખ 7-12-2024 ને શનિવારના રોજ સાંજે 6 કલાકે લોહાણા સમાજ વાડી મોરબી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન અ.ગુ.વિ.કા.સઘં દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગના અધ્યક્ષ સ્થાને જી. જી. માલસણા અધિક્ષક ઇજનેર જામનગર, અતિથિ વિશેષ એ.કે. પટેલ, કાયૅપાલક ઇજનેર તેમજ નાયબ ઇજનેર જુનિયર ઈજનેર કર્મચારીઓ તેમજ પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહેમાનોનું સ્વાગત પુષ્પ ગુચ્છથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કે. આઇ. ગોસાઈ અને પ્રાસંગિક પ્રવચન એ. કે. સરડવા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભગદેવભાઈને સર્વિસ સાથે મંડળી સેવા યુનિયન હોદ્દેદાર સેવા મેડિકલ બાબત અનેરી સેવા તેમજ વિડજા સાહેબે કોઠા સૂઝને બીરદાવી શિલ્ડ મોમેન્ટ શાલથી સન્માનિત કર્યા હતા. સૌએ ભગદેવભાઈને નિવૃત્ત જીવન સુખ સમૃદ્ધિ આરોગ્ય મહી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ યુનિયન સભ્યોએ આ કાર્યક્રમને સુંદર બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે અધ્યક્ષએ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી. તેમજ કાર્યક્રમનું આભાર દર્શન એમ. બી. રાઠોડભાઈ દ્વારા પાઠવવામાં આવ્યું હતું.