રમશે ગુજરાત, જીતશે ગુજરાત : ખેલ મહાકુંભ ૩.૦ : જાણો.. રજિસ્ટ્રેશન, સ્પર્ધાઓ, નિયમો, રોકડ પુરસ્કાર વિષે વિસ્તૃત માહિતી૨૫ ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે : વિજેતા ખેલાડી, શાળા અને કોચને રોકડ પુરસ્કાર અપાશે આલેખન : માર્ગી મહેતા મોરબી : ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ મહાકુંભ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય, તેવા આશયથી વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલ આર. એસ. નીનામાના માર્ગદર્શન મુજબ 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત'ના ધ્યેય સાથે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગરપાલિકા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. શાળાકક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ના વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.______________________________________________રજિસ્ટ્રેશન______________________________________________૧. ખેલ મહાકુંભ ૩.૦નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સાંજે ૬.૦૦ સુધી કરી શકાશે. નિયત વયજૂથના ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.૨. ખેલાડીઓ મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે, બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકાશે નહીં.૩. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ફરજિયાત જે-તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટેશન કરી શકશે. તેમજ અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.______________________________________________સ્પર્ધાઓ______________________________________________- શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ______________________________________________૧. ૯ વર્ષથી નીચે : ૩૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ૨. ૧૧ વર્ષથી નીચે : ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ૩. ૧૪ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી૪. ૧૭ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી૫. ઓપન એજ ગ્રુપ : એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી૬. ૪૦ વર્ષથી ઉપર : રસ્સાખેંચ૭. ૬૦ વર્ષથી ઉપર : રસ્સાખેંચ______________________________________________- તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ______________________________________________૧. ૧૧ વર્ષથી નીચે : ચેસ૨. ૧૪ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, ચેસ, યોગાસન૩. ૧૭ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, ચેસ, યોગાસન૪. ઓપન એજ ગ્રુપ : એથ્લેટીક્સ, ચેસ, યોગાસન૫. ૪૦ વર્ષથી ઉપર : ચેસ૬. ૬૦ વર્ષથી ઉપર : ચેસ______________________________________________- જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ______________________________________________૧. ૧૧ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન૨. ૧૪ વર્ષથી નીચે : સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ૩. ૧૭ વર્ષથી નીચે : સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી૪. ઓપન એજ ગ્રુપ : સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ૫. ૪૦ વર્ષથી ઉપર : બેડમિન્ટન, ટેબલટેનીસ, લોનટેનીસ, સ્વીમીંગ, શુટીંગબોલ૬. ૬૦ વર્ષથી ઉપર : બેડમિન્ટન, ટેબલટેનીસ, લોનટેનીસ, સ્વીમીંગ______________________________________________- સીધી રાજયકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ______________________________________________૧. ૧૧ વર્ષથી નીચે : સ્વીમીંગ, સ્કેટીંગ૨. ૧૪ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ૩. ૧૭ વર્ષથી નીચે : એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઈટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ૪. ઓપન એજ ગ્રુપ : એથ્લેટીકસ,સ્વીમીંગ, ટેકવોન્ડો, જૂડો, કુસ્તી, આર્ચરી જિમ્નાસ્ટીકસ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ૫. ૪૦ અને ૬૦ વર્ષથી ઉપર : યોગાસન______________________________________________- સ્પર્ધાના સામાન્ય નિયમો______________________________________________૧. સ્પર્ધામાં ભાગ લેવા વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ રહેશે.૨. જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.૩. રજિસ્ટ્રેશન કરતી વખતે જે-તે ખેલાડીએ જન્મતારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મતારીખ ખોટી દર્શાવીને રજિસ્ટ્રેશન કરેલું હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.૪. રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે.૫. રજિસ્ટ્રેશનની સમસ્યા બાબતે...