રાજકોટના કિશન ગઢવી નામના શખ્સે પિતા - પુત્રોને ધમકી આપતા હળવદમા ફરિયાદ નોંધાઇહળવદ : હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા દલવાડી યુવાનને રાજકોટના કિશન ગઢવી નામના શખ્સે નાગરભાઈના રૂપિયા મને આપી દેજે નહિ તો ત્રણેય પિતા પુત્રના ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી વારંવાર ફોન કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા અને ખેતી કરતા દિનેશભાઇ ડાયાભાઇ પરમાર ઉ.33 નામના યુવાનને ગત તા.4ના રોજ રાજકોટથી કિશન ગઢવી બોલું છું, તારે નાગરભાઈને જે રૂપિયા આપવાના છે તે મને આપી દેજે નહિ તો ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં દિનેશભાઇએ કહ્યું હતું કે, મારે નાગરભાઈને કઈ રૂપિયા આપવાના નથી તેમ છતાં આરોપી કિશન ગઢવીએ વારંવાર ફોન કરી દીનેશભાઈના પિતા તેમજ ભાઈને પણ માર મારવાની ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરના આધારે કિશન ગઢવી નામના શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.