જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે 10:30 કલાકે પદયાત્રા કાઢવામાં આવશે મોરબી : મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા. 9-12-2024નાં રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે 10:30 કલાકે પદયાત્રા કરીને મોરબી નગરપાલીકા કચેરી ખાતે 'સદ્બુદ્ધિ' હવનનું આયોજન કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે, મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા દ્વારા મોરબી નગર પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદીધર, આવાસયોજનાં, 45 ડી. સહિતનાં કામોની વિગતો માંગવામાં આવી હતી. પણ ક્યાંકને ક્યાંક આ માહિતી આપવામાં નથી આવી એટલે ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જેથી કરીને મોરબી નગર પાલિકાનાં સત્તાધીશોને સદ્બુદ્ધિ ભગવાન આપે અને લોકોનાં ટેક્સનાં પૈસાથી કરવામાં આવેલા કામોની માહીતી કોંગ્રેસને આપે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.