શ્રી તીર્થ એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ અને એચડીએફસી બેંકના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન હળવદ : હળવદ તાલુકાના શ્રીજી નગર ગામે શ્રી તીર્થ એજ્યુકેશન એન્ડ સેવ ટ્રસ્ટ તથા એચડીએફસી બેન્ક હળવદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વેગડવાવ પેટા આરોગ્ય કેન્દ્ર તરફથી મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરાયું હતું.આ રક્તદાન કેમ્પમાં ૫૨ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. હળવદ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકજાગૃતિ આવી છે જેના થકી જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્તદાન કેમ્પ યોજાઇ રહ્યા છે. શનિવારે શ્રીજીનગર ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૨ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાતાઓને પીજીવીસીએલ હળવદ,હળવદ પોલીસ,શ્રી તીર્થ એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ તથા એચડીએફસી બેન્ક હળવદ દ્વારા ઘડિયાળ અને સાલ આપી સન્માનિત કરાયા હતા. આ સફળ આયોજનમાં શ્રી તીર્થ એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટના હિતેશભાઈ રાઠોડ,ગણેશભાઈ કણજરીયા,જયંતીભાઈ જાદવ,ભરતભાઈ કણજરીયા, મુકેશભાઈ કણજરીયા,જીગ્નેશભાઈ રાઠોડ,નરેશભાઈ જાદવ સહિતના ટ્રસ્ટીઓ તેમજ એચડીએફસી બેન્ક હળવદના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવનાર દરેક વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.