બી.એ.પી.એસ.ના 1 લાખ જેટલાં નિ:સ્વાર્થ કાર્યકરોનો યોજાયો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર એક લાખ જેટલાં પ્રિ – પ્રોગ્રામ્મડ્ રિસ્ટ બેન્ડસ, 2000 જેટલાં પર્ફોર્મર્સ દ્વારા પ્રસ્તુતિઓ, વીડિયો, સંબોધનોના અનોખા સમન્વય ધરાવતા દિલધડક કાર્યક્રમ નિહાળી સૌ ઝૂમી ઉઠયાએક લાખ કાર્યકરો દ્વારા સમૂહ આરતીના દૈદીપ્યમાન અર્ઘ્ય દરમિયાન સર્જાયા અદ્ભુત દૃશ્યો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો સંદેશ પાઠવવામાં આવ્યોઅમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુભક્તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદભુત અભિવાદન કરવામાં આવ્યું હતું. મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ.ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી. ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં - જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી – આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ______________________________________________955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ કાર્યકરોની નિ:સ્વાર્થ સેવાભાવનાનો જયજયકાર કરતા આ કાર્યક્રમમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પ્રધાનમંત્રીના ઉદ્બોધનના અંશો - “ ...બી.એ.પી.એસ. ની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાંભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે. બી.એ.પી.એસ ના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. તાજેતરમાં બી.એ.પી.એસ. ના અબુ ધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘરસભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે. “ ______________________________________________મુખ્ય કાર્યક્રમ: બીજ, વટવૃક્ષ અને ફળ અંતર્ગત પ્રસ્તુતિઓ પ્રથમ સોપાન હતું: બીજ – કાર્યકર પ્રવૃત્તિનો આરંભ છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા. ______________________________________________ત્યારબાદ બી.એ.પી.એસ. ના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. દ્વિતીય સોપાન હતું: વટવૃક્ષ – મૂલ્યનિષ્ઠ કાર્યકરદળ એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી. ______________________________________________વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી. એ. પી. એસ. ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. તૃતીય સોપાન હતું: ફળ – પવિત્ર, શાંતિમય વિશ્વ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે. ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું, “કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું - અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે. જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા. બી.એ.પી.એસ. ના કાર્યકરોએ ઓછી સંખ્યામાં હોવા છતાં સંપ અને કાર્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું - યુક્રેન યુધ્ધ સમયે હાથ ધરાયેલા સેવા કાર્યમાં. જેમાં 27 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતી બાદ 11 દેશોમાંથી બી.એ. પી.એસ. ના 64 સ્વયંસેવકોએ બીજા દિવસથી જ રાહત કેમ્પ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધો. આ કાર્યકરોએ ઠંડીમાં, ભૂખ્યા રહીને, ઉજાગરા વેઠીને 3700 જેટલાં ભારતીયોને મદદ કરી. બી. એ. પી. એસ. ના માત્ર એક કાર્યકરે નિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું - એકલા હાથે સેવાકાર્યો હાથ ધરીને. એવા ઘણાં કાર્યકરો છે જેમણે એકલાએ અનેક ગામો વ્યસનમુક્ત-અંધશ્રધ્ધામુક્ત કર્યા છે. યુદ્ધની કટોકટીમાં અનેક વ્યક્તિઓના જીવ બચાવ્યા છે, એવા ડોકટરો છે જેમણે લાખો દર્દીઓની નિશુલ્ક સારવાર કરી છે, એવા સમાજસેવી કાર્યકર...