મોરબી : મોરબી શહેરના તખ્તસિંહજી રોડ ઉપર મામા દેવના મંદિર પાસેથી રાજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.