મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ખીલવવામાં મદદરૂપ બને છે ત્યારે વર્ષ 2024 યુવા ઉત્સવનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 7 કલાકારો વિવિધ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયાં હતા. જેમાં ચિત્રકલા બ વિભાગમાં દેવાંશી પરમાર પ્રથમ ક્રમાંક, પાદપૂર્તિ બ વિભાગમાં સત્યરાજસિંહ જાડેજા પ્રથમ ક્રમાંક, ચિત્રકલા અ વિભાગમાં યશ્વી પરમાર દ્વિતીય ક્રમાંક, વક્તૃત્વ સ્પર્ધામાં અ વિભાગમાં ત્રિવેદી વિસ્મય દ્વિતીય ક્રમાંક, એકપાત્રીય અભિનય બ વિભાગમાં વાઢેર અવની તૃતીય ક્રમાંક, દુહા-છંદ-ચોપાઈ બ વિભાગમાં સાગર ગોગરા તૃતીય ક્રમાંક અને હળવું કંઠય સંગીત અ વિભાગમાં ધીમહી રાવલ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને તમામ સ્પર્ધકોએ રાજ્યકક્ષાએ મોરબીનું ગૌરવ વધાર્યું હતું. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન દવેએ સૌને શુભકામનાઓ પાઠવી હતી.