કંડલાથી રાજસ્થાન જતો કોલસો બારોબાર કાઢી લઈ હલકો કોલસો ધાબડવાનું કૌભાંડ : બે ટ્રેલર સહિતના વાહનો તેમજ 11 શખ્સને દબોચી લેવાયામોરબી : મોરબી જિલ્લામા ગેસ ચોરી, કેમિકલ ચોરી, લોખંડના સળિયાની ચોરી, ડીઝલ ચોરીના ધિકતા ધંધા બાદ હવે કોલસા ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ગતરાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીના ગાળા ગામ નજીક દરોડો પાડી બે ટ્રેલર, હિટાચી, ફોર વ્હિલર સહિતના કરોડોના કિંમતી વાહનો સાથે 11 શખ્સોને દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ એસએમસીની કાર્યવાહી ચાલુ હોવાનું ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જાહેર કર્યું હતું.મોરબી જિલ્લાના ટંકારા નજીક હોટલ કમ્ફર્ટમા જુગાર દરોડાની તપાસમાં આવેલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગતરાત્રીના 3 વાગ્યા આસાપાસ મોરબી તાલુકાના ગાળા ગામ નજીક દરોડો પાડી કોલસા ચોરીનું જબરું નેટવર્ક ઝડપી લઈ હિટાચી, લોડર, બે ટ્રક ટ્રેલર, ફોર વ્હીલ વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ પકડી પાડી કોલસા ચોરી કરતા 11 શખ્સને ગિરફતમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.કોલસા ચોરીના કૌભાંડ અંગે એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત રાત્રીના 3 વાગ્યાથી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કંડલાથી આવતો ઉચ્ચ ગુણવત્તાનો કોલસો કાઢી લઈ હલકો કોલસો મિક્સ કરી કોલસા ચોરી કરવામાં આવતી હોય 11 શખ્સને સ્થળ ઉપરથી દબોચી લઈ બે ટ્રક ટ્રેલર, હિટાચી, કાર, લોડર અને અન્ય વાહનો સહિતનો મુદામાલ પકડી પાડવામાં આવ્યો છે અને હજુ પણ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું