માળિયા : માળિયા મિયાણા પોલીસે ઓનેસ્ટ હોટેલ પાસેની ચેક પોસ્ટ ઉપરથી એક ટ્રકમાં ક્રુરતા પૂર્વક લઈ જવામાં આવી રહેલા 19 પશુઓને છોડાવી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસ સ્ટાફ ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે હતો તે દરમિયાન કચ્છ-મોરબી હાઈવે ઉપર મીની આઈસર ટ્રક રજી નં. જી.જે.૧૯ યુ ૧૯૩૨માં તાલપત્રી બાંધી હોય, તેને રોકતા તેમાં દયનીય હાલતમા ૧૯ પાડા ભરેલ હતા. પાડાઓને પીડા યાતના પહોચે તે રીતે દયનીય હાલતમા ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી ઈમરાનભાઈ ઈકબાલભાઈ શેખ ઉ.વ.૪૨ રહે. અમદાવાદવાળા સામે પ્રાણી પ્રત્યે ક્રુરતા અધીનીયમની ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એફ), (એચ) તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ઉલ્લેખનીય છે કે આ પાડા ખાખરેચી ખાતે પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, એ.એસ.આઈ વનરાજસિંહ બાબરીયા, પો.કોન્સ. હરપાલસિંહ ખેર, જયેન્દ્રસિંહ ભટ્ટી, મોસીનભાઈ સીદી સહિતના રોકાયેલ હતા.