મોરબી : વિશ્વવિભૂતિ, ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી રોહીદાસપરા વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિકાસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનો 90 જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો. જેમાંથી 30 જેટલા દર્દીઓને ફ્રીમાં લોહીના પરીક્ષણો પણ કરી આપવામાં આવેલ હતા. તદુપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ સૂચન માટે ફ્રીમાં આગામી ચેકઅપ પણ કરી આપવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે.