મોરબી : આજ રોજ તારીખ 7 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, સોયાબીન, મગ, અડદ, ચણા સહિતના પાકોની આવક થઈ છે. આજ રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2176 ક્વિન્ટકલ એટલે કે 10880 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1515 બોલાયા છે. 7 ડિસેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 678 તો તલના 2300, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1104 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4356 જેટલા બોલાયા છે. બાજરાના 591, અડદના 1242, ચણાના 1237, મગના 1401 અને સોયાબીનના 812 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીની સારી આવક થઈ છે. જેમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1200 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 800 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 660 રૂપિયા ભાવ બોલાયા છે