130 જેટલા ઉદ્યોગ સાહસિકો રહ્યા ઉપસ્થિત : જામનગરના ઉદ્યોગકારોની રૂ.21.46 કરોડની લોનને અપાઈ મંજૂરીમોરબી : મોરબીમાં કેનેરા બેન્ક દ્વારા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 જેટલા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નિષ્ણાંતો દ્વારા કસ્ટરને મળતા નાણાકીય લાભ વિશે માહિતીઓ આપવામાં આવી હતી. કેનેરા બેંકના જણાવ્યા મુજબ મોરબી સિરામિક સિટી છે જેમાં 900 એકમો આવેલા છે. ભારતના કુલ ઉત્પાદનમાં મોરબીનો હિસ્સો 90 ટકા છે. વૈશ્વિક માંગમાં 18 ટકા હિસ્સો છે. નાણા મંત્રાલય દ્વારા દરેક ક્લસ્ટરને મહત્વ આપવામાં આવતા બેંકો દ્વારા લોન સહિતના લક્ષ્યાંકો વધારવામાં આવ્યા છે. જેની ઉદ્યોગકારોને માહિતી મળે એ માટે જ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 130 ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. એમએસએમઇ મુદ્રા, પીએમ વિશ્વકર્મા, પીએમ સ્વનિધિ, પીએમઇજીપી જેવી યોજનાનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જામનગર ક્લસ્ટરના ઉદ્યોગ સાહસિકોને 21.46 કરોડની લોનની મંજૂરી આપવામાં આવી હતી.