રાજપર : આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને GMERS મેડિકલ કોલેજ મોરબી અને પ્રા.આ.કેન્દ્ર- રાજપરના સહયોગથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપર ખાતે તા.20-12-2024 ના રોજ સવારના 9 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં 18 થી 65 વર્ષની કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તેમજ ઓછામાં ઓછું વજન 45 કિ.ગ્રા.ની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. હિમોગ્લોબીનનું પ્રમાણ 12.5 g/dl થી વધારે હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ત્યારે રાજપર ગામે રક્તદાન કેમ્પ રાખેલો હોય દરેક ગામમાંથી લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્યને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત મોરબી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.