મોરબી, જામનગર તેમજ પરપ્રાંતીય 12 આરોપી પકડાયા, રાજકોટ ગાંધીધામ અને મોરબીના 8 શખ્સના નામ ખુલ્યા મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર કિંમતી કોલસો કાઢી બાદમાં વેસ્ટેજ કોલસો ભેળવી દઈ કરવામાં આવતા કોલસાના કાળા કારોબાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત મોડીરાત્રે દરોડો પાડી 12 કલાકથી વધુ સમય સુધીની તપાસના અંતે મોરબી, જામનગર અને પરપ્રાંતીય 12 શખ્સને ઝડપી લઈ બે ટ્રક ટ્રેઇલર, બે લોડર, એક હિટાચી, કોલસો તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,57,13,175નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી કોલસા ચોરીના કાળા કારોબારમાં સંડોવાયેલ રાજકોટ, જામનગર અને કચ્છના આઠ આરોપીઓને ફરાર દર્શાવ્યા છે.ટંકારા નજીક હાઈપ્રોફાઈલ જુગારધામની તપાસ માટે આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત મોડીરાત્રે મોરબી માળીયા મિયાણા હાઈવે ઉપર ગાળા ગામના પાટિયા પાસે દરોડો પાડી કોલસા ચોરીનું જબરું કૌભાંડ પકડી પાડી 3.57 કરોડના મુદામાલ સાથે મુખ્ય આરોપી અને કોલસા ચોરીના ગોડાઉનના મેનેજર એવા ભાવેશ પ્રાણજીવનભાઈ સેરસીયા, રહે.સાનિધ્ય પાર્ક-2, મોરબી, ટ્રક ચાલક જયદેવ કરશનભાઈ ડાંગર, રહે. ગુલાબનગર, જામનગર, ટ્રક ચાલક મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, રહે. ગાયત્રીનગર, ધ્રોલ, જામનગર, ગોડાઉન સુપરવાઈઝર સારંગ સુરેશભાઈ ગાંભવા, રહે.ઓમ પ્લેસ, મોરબી, કોલસો મિક્સ કરનાર ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્કર, રહે. અલિયાબાળા, જામનગર, જયદિપગીરી ભરતગીરી ગૌસ્વામી, રહે.રણજીતસાગર રોડ, જામનગર, ટ્રેઇલર ચાલક ગુડ્ડુકુમાર ભુધનરાય યાદવ, રહે. છાપરા, બિહાર, રાહુલ બનારસિરાય યાદવ, રહે. સારાય, છાપરા, બિહાર, લોડર મશીન ચાલક સંજુ કિશનભાઈ નિનામાં, રહે. કલ્યાણપર, જાંબુવા, મધ્યપ્રદેશ, વિપુલ પાનસુખભાઈ પરમાર, રહે.અમલીફળીયુ, આગવાડા, દાહોદ, ગોડાઉન માલિક દિપક પ્રભાતભાઈ આહીર, રહે. ઉમિયા સર્કલ, મોરબી અને કૌભાંડમાં સામેલ કિશોર નામના શખ્સોને ઝડપી લઈ બીએનએસ કાયદાની કલમો મુજબ તમામ સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.વધુમાં કોલસા ચોરીના આ કૌભાંડમાં એસએમસી પોલીસ ટીમે આરોપી ભગીરથ ચંદુલાલ હુંબલ, રહે.મોરબી, ચિરાગ મણીભાઈ દુદાણી, રહે. રાજકોટ, કુલદિપસિંહ સુરૂભા ઝાલા, રહે. જામનગર, દિલીપભાઈ, રહે. ગાંધીધામ, પેટકોક ખરીદનાર વિવાનભાઈ પટેલ, રહે. મોરબી, નિકુંજભાઈ પટેલ, રહે. મોરબી, ગુપ્તાજી, રહે. ગાંધીધામ અને રોકી રહે.ગાંધીધામ વાળાની સંડોવણી આરોપીઓએ કબુલતા સ્ટેટ મોનીટરીંગ ટીમે 1584 ટન કોલસો કિંમત રૂપિયા 2,05,92,000, વેસ્ટ કોક: 500 ટન, કિંમત રૂ. 4,80,000, રોકડ રૂપિયા 2,41,175, 17 મોબાઈલ ફોન કિંમત રૂ. 3,50,000, ટ્રક ટ્રેલર- 2 કિંમત રૂ. 80,00,000,હિટાચી મશીન- 1 કિંમત રૂ. 20,00,000, લોડર મશીન- 2 કિંમત રૂ. 15,00,000, તેમજ ફોર-વ્હીલર્સ નંગ - 4 કિંમત રૂ. 25,50,000 મળી કુલ રૂપિયા 3,57,13,175નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.કોલસા ચોરીનો આ સફળ દરોડો એસએમસી પીઆઇ જી.આર. રબારી અને પીએસઆઇ એ.વી. પટેલની ટીમે પાડયો હતો.