PMJAY યોજનાના મોટા પ્રમાણમાં ક્લેમ મામલે સવાલો ઉઠતા કલેકટરે આપ્યા હતા તપાસના આદેશમોરબી : આયુષ હોસ્પિટલમાં PMJAY યોજનાના મોટા પ્રમાણમાં ક્લેમ મામલે કલેકટરે તપાસના આદેશ આપ્યા બાદ આજે આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂપિયા 25 કરોડ 19 લાખ 49 હજાર 869ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3607 ક્લેઇમ કરી રૂપિયા 13 કરોડ 68 લાખ 28 હજાર 460ની રકમ મળી 20 જ મહિનાના સમયગાળામાં કુલ રૂપિયા 34 કરોડ 86 લાખ 44 હજાર 157ની રકમ મેળવી લેતા સમગ્ર મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.ગઈકાલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપતા આજે જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ બપોરના સમયે હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અહીં આરોગ્ય વિભાગની ટીમે દર્દીઓની સંખ્યા જાણવા સહિતની કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.