મિલેનિયન ફાઉન્ડેશન અને HDFC બેન્કનું આયોજન : 66 લોકોએ કર્યું રક્તદાનમોરબી : મિલેનિયન ફાઉન્ડેશન અને એચ.ડી.એફ.સી. બેન્કના સહયોગથી સંસ્કાર બ્લડ બેંક દ્વારા લોરેન્ઝો વીટ્રીફાઇડ પ્રા.લી.માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 66 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા મનસુખભાઈ, વલ્લભભાઈ, ફુલજીભાઈ, રાકેશભાઈ, રવિભાઈ કોરડીયા પરિવાર અને શૈલેષભાઈ પીતલીયા, વિનોદભાઈ રાજપરા અને નિરવભાઈ પીઠડીયાએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેંક મોરબીના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ મિલેનિયમ ગ્રુપ, આયોજકો, રક્તદાતાઓનો આભાર માન્યો હતો. તેમ યાદીમાં જણાવાયુ છે.