મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભારતીના જિલ્લા સંયોજક અને સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈએ શુકલએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાની કુલ 36 સંસ્થાઓના કુલ 6800 જેટલા સંસ્કૃત અનુરાગી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોએ આ પરીક્ષા આપી હતી. સંસ્કૃત ભાષાના પ્રસાર પ્રચાર અને સંસ્કૃત વ્યવહારની ભાષા બને તે માટેના પ્રયત્નના ભાગરૂપે આ પરીક્ષાને ખૂબ સફળતા મળી રહી છે. સંસ્કૃત ભારતી મોરબી જિલ્લાના સહસંયોજક હિરેનભાઈ રાવલ, ગૌરવ પરીક્ષા સંયોજક ચિરાગભાઈ જોશી તેમજ જે તે શાળાના પ્રતિનિધિઓના આયોજનથી આ પરીક્ષા સફળ રીતે લેવાઈ હતી.