ગોડાઉન સંચાલક સામે ગુનો નોંધી પોલીસે 25.52 લાખનો મુદામાલ કબ્જે કર્યોહળવદ : હળવદમાં સરકારી સબસીડીના યુરીયા ખાતરનો ૧૪૩૭ થેલી જેટલો મોટો જથ્થો પકડી પાડી પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પીઆઇ આર.ટી.વ્યાસની ટિમે હળવદ મોરબી ચોકડી પાસે કચ્છ ફુટ માર્કેટ સામે અક્ષર એગ્રીકલ્ચર એન્જી. વર્કસ લખેલ ગોડાઉનમાં રેડ કરી ખેતીવાડી અધિકારીને સાથે રાખી ગોડાઉનમાંથી યુરીયા ખાતરની થેલી કુલ ૩૬૯ નંગ કિ.રૂા. ૯૮૩૩૯/- તથા ટ્રકમાં રહેલ યુરીયા ખાતરની સફેદ થેલી ૭૦૦ કુલ કિ.રૂ.૧,૮૬,૫૫૦/- તથા ન્યુરો પોર્ટસ ખાતરની થેલી કુલ ૧૧૮ કિ.રૂ.૨,૦૬,૦૦૦/- કૃભકો ખાતરની પ્લા.ની થેલી નંગ ૨૫૦ કિ.રૂ. ૬૬૬૨૫/- એક ટ્રક રજી GJ-39-T-7104 કિ.રૂા. ૨૦,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂા. ૨૫,૫૨,૧૧૪ નો મુદામાલ પકડી ગોડાઉન સંચાલક અજય રાવલ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ, પો.સબ.ઇન્સ. કે.એચ.અંબારીયા, એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા સિસોદીયા, પો.હેડ.કોન્સ. દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા, પો.કોન્સ મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, પો.કોન્સ હરવિજયસિહ કિરીટસિહ, પો.કોન્સ મનસુખભાઇ રવજીભાઇ ચાવડા રોકાયેલ હતા.