નકલંક ગુરુધામ શક્તિનગર ખાતે યોજાયેલ લગ્નોત્સવમાં સાંસદ સહિતનાઓ હાજર રહ્યાહળવદ : હળવદમાં સૌપ્રથમવાર હળવદ તાલુકા વાણંદ ચોવીસી સમાજ આયોજિત સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં 11 દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.અતિ ખર્ચાળ લગ્ન સમારંભોને તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવોની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઇ રહી છે. જેને લઇ હળવદ તાલુકા વાણંદ ચોવીસી સમાજ દ્વારા સૌપ્રથમવાર હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ શ્રી નકલંગ ગુરુધામ મંદિર ખાતે સમુહ લગ્નનુ આયોજન કરાયું હતું.આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા હાજર રહ્યા હતા. સાથે જ વાળંદ સમાજના અગ્રણીઓ પણ આ લગ્ન સમારોહમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. હળવદ તાલુકા વાણંદ ચોવીસી સમાજના પ્રમુખ ધીરુભાઈ લાંઘણોજા એ જણાવ્યું હતું કે પ્રથમ વખત જ યોજાયેલ સમૂહ લગ્નમાં સમાજના સૌ આગેવાનો,વડીલો અને યુવાનોએ ખૂબ સારો સહકાર આપ્યો જેના કારણે સમગ્ર કાર્યક્રમ રંગે ચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો.સમૂહ લગ્નમાં જોડાયેલ 11 દીકરીઓને રૂપિયા દોઢ-દોઢ લાખ સુધીનો કરિયાવર આપવામાં આવ્યો છે.શ્રી નકલંગ ગુરુ ધામના મહંત પૂજ્ય દલસુખ બાપુનો પણ આભાર માનીએ છીએ કે અમારા સમાજના સમુહ લગ્ન માટે મંદિરની જગ્યા આપવામાં આવી હતી.