હાલ શહેર ભાજપ મંડળના હોદ્દાઓ માટે કોઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં નહિ આવે : જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાતમોરબી : મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવશે ત્યારબાદ જ શહેર ભાજપના માળખામાં ફેરફાર કરવામાં આવશે. ત્યાં સુધી તમામ હોદ્દેદારોને યથાવત રાખવામાં આવનાર છે. તેવું ભાજપે સતાવાર જાહેર કર્યું છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું કે મોરબી શહેર મંડળને પ્રમુખ માટેની ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે નહીં.આવનારા સમયમાં મહાનગર થશે ત્યારે આગળની પ્રક્રિયા કરવામાં આવશે. હાલ શહેર ભાજપ માટે નવું માળખું તૈયાર કરવામાં નહિ આવે. શહેર ભાજપનું માળખું યથાવત જ રહેશે. તેની જૂની બોડી જ કાર્યરત રહેશે. મોરબી મહાનગરપાલિકા બની જાય પછી નવું માળખું તૈયાર કરવામાં આવશે.