વાંકાનેર : વાંકાનેરમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવતાં તાલુકાભરમાંથી ખેડૂતો ઉમટી પડયા હતાં. શહેરની અમરસિંહજી શાળા ખાતે આ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ - પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ કૃષિ મહોત્સવને બે દિવસ માટે ખુલ્લો મુકવામાં આવતાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી ખેડૂતો ઉમટી પડ્યાં હતાં. મુખ્યમંત્રીનાં હસ્તે વર્ચ્યુઅલી કૃષિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતાં.