નવલખી ગૌ સેવા રામમંડળ ગૃપ દ્વારા 15 ડિસેમ્બરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજનમાળિયા (મિયાણા) : નવલખી ગૌ સેવા રામમંડળ ગૃપ દ્વારા તારીખ 15-12-2024 ને રવિવારના રોજ નવલખી બંદર ખાતે આવેલી સદગુરુ શ્રી રાયસિંગ ભગતની જગ્યા ખાતે રામદેવપીર મહારાજના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાત્રે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર કનુભાઈ સિઘવ તથા નામી-અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં આશીર્વચન માટે મહંત નાગરાજ બાપુ (અલખધામ આશ્રમ - જાજાસર), મહંત દામજીભગત (નકલંગ મંદિર - બગથળા), મહંત કિશનભગત (મચ્છુ માતાજીની જગ્યા - મોરબી), મહંત ભાવેશ્વરી મા (રામધન આશ્રમ - મોરબી 2), મહંત વેલજીદાદા (જંગી અખાડા - કચ્છ), મહંત મૂળદાસ બાપુ (અલખધામ આશ્રમ - જાજાસર), તેમજ મહંત પ્રભુદાસ બાપુ (રામબાઈ માની જગ્યા - વવાણીયા) વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે.