લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી યોજાયેલી રેલીમાં હોમગાર્ડ જવાનો જોડાયાહળવદ : આજ રોજ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હળવદમાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે આજે હોમગાર્ડ યુનિટ દ્વારા રેલી યોજવામાં આવી હતી. હોમગાર્ડ યુનિટ દ્વારા આજે હળવદના લક્ષ્મીનારાયણ ચોક થી આંબેડકર સર્કલ સુધી ટ્રાફિકને લગતા નિયમો તથા સ્વસ્છતા અભિયાનને લગતા સૂત્રોચ્ચાર કરી બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. હળવદ હોમગાર્ડ યુનિટની ઓફિસ ઘણા વર્ષોથી લક્ષ્મીનારાયણ ચોકમાં હોય જે ઘણા વર્ષો જુની હોય જર્જરીત હાલતમાં હોય હાલ નગરપાલિકાના સહયોગથી તથા ઓ/સી જે.વી. ચાવડાનાઓની મહેનતથી નવી ઓફિસ માટે બાપા સીતારામ સામે નવું બિલ્ડિંગ ફાળવેલ હોય અને હાલે હળવદ યુનિટના સભ્યો તથા હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા ગામના આગેવાનોના સહયોગથી રીનોવેશન કરવામાં આવ્યું છે. થોડા સમયમા નવી ઓફિસ ચાલુ કરવામાં આવશે. જેમાં હળવદ હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ જગદિશભાઈ વી. ચાવડા તથા એન.સી.ઓ એસ.સી.રાઠોડ, એસ.પી.વૈષ્ણવ અને ડી.જે.ધારીયાપરમાર દ્વારા ઓફિસના રીનોવેશન કામગીરીમાં મદદરૂપ થઈ તથા તમામ સભ્યોના સાથ સહકારથી ઓફિસનું કામ પુર્ણ કર્યું છે.