મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તારીખ 22-12-2024ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ તથા વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશન યોજાશે. આ કોમ્પિટિશનમાં રમતગમત હરિફાઈ અંતર્ગત LKGથી ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે રમત મમરા ફૂંક, ધોરણ 2 થી 4ના વિદ્યાર્થીઓ માટે મ્યુઝિકલ ચેર, ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક મિનિટ હરીફાઈ રહેશે. તથા વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન અંતર્ગત LKGથી ધોરણ 4ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ હરીફાઈ તેમજ ધોરણ 5થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે. આ વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 એન્ટ્રી સ્વીકારવામાં આવશે. આ હરીફાઈનો રઘુવંશી બાળકો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે હરીફાઈનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19-12-2024ને ગુરૂવાર છે. આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ફોર્મ મેળવવા તથા સ્વીકારવા માટેના કેવિન ગેસ સર્વિસ નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી (મો. 98798 34034), દરિયાલાલ આલુ ભંડાર નવાડેલા રોડ, મોરબી (મો. 98981 14348) અને મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર કુબેરનાથ રોડ,મોરબી (ફોન. 02822 - 220 476)નો સંપર્ક કરવા પ્રમુખ રવિભાઈ કોટેચાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.