હળવદ : હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે નાના બાળકો બાબતે પાડોશીને કહેવા ગયેલા મહિલાને ચાર ઈસમોએ ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા મહિલાની ફરિયાદને આધારે હળવદ પોલીસે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે રહેતા શીતલબેન હસમુખભાઈ પરમાર નામના મહિલાએ આરોપી હરદીપસિંહ કિરીટસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ કિરીટસિંહ ઝાલા અને બન્નેના પત્નીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ છોકરાઓ બાબતે આરોપીઓને કહેવા જતા આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે એનસી કેસ કરી તપાસ શરૂ કરી છે.