વડગામા પરિવાર દ્વારા 10 ડિસેમ્બરના રોજ મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજનવાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે 500 વર્ષનો ઈતિહાસ ધરાવતું ખેંગડા હનુમાનધામ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આગામી તારીખ 10 ડિસેમ્બરના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.પંચાસીયા ગામે વડગામા પરિવાર દ્વારા ખેંગડા હનુમાનજી ધામ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે 10 ડિસેમ્બરના રોજ સાંજે 6 કલાકે રૂપેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે 9-30 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. લોકડાયરામાં જાણીતા સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, બિરજુ બારોટ, ગોપાલ સાધુ અને ધનરાજ ગઢવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સંતો-મહંતો પણ આશીર્વાદ આપવા હાજરી આપશે.