મોરબી: તારીખ 5 ડિસેમ્બરના રોજ સ્વ. રમીલાબેન હરકિશનભાઈ પારેખની પુનિત યાદમાં દર્શકભાઈ પારેખ (મોરબી)ના સૌજન્યથી મોરબીના જોધપર ખાતે ડો. હસ્તીબેન મહેતાના 148માં એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.5 ડિસેમ્બર ને ગુરુવારના રોજ બપોરે 4 વાગ્યાથી સાંજે 7-30 વાગ્યા સુધી મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે પર જોધપર મચ્છુ ડેમ-1 પાસે રફીકભાઈ હોલવાળા ખાતે આ ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપ્યું હતું. આ કેમ્પમાં વા, સાંધા, કમર, વગેરેના દુઃખાવાના ઘણા દર્દી હતા તેઓને જયસુખભાઈ ભાલોડિયા દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે રફિકભાઈ હોલવાળાના સમગ્ર પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, નિશાબેન દેસાઈ, કોઠારીભાઈએ સેવા આપી હતી.