અત્યાર સુધીમાં જિલ્લામાં 19973 હેક્ટરમાં જીરુંનું અને 8095 હેક્ટરમાં ચણાનું વાવેતર : નર્મદા કેનાલ ધરાવતા હળવદ તાલુકામાં સૌથી વધુ વાવેતરમોરબી : ચાલુ વર્ષે ચોમાસુ લાબું ચાલ્યા બાદ પણ શિયાળાની શરૂઆત્ત મોડી થતા મોરબી જિલ્લામાં શિયાળુ વાવેતરમાં વિલંબ થયો છે, દિવાળી બાદ પણ આકરા તાપ પડવાનું ચાલુ રહેતા રવિ સીઝનમાં હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, સામાન્ય સંજોગોમાં અત્યારે શિયાળુ વાવેતર પૂર્ણ થઇ ગયું હોય છે જેને બદલે મોરબી જિલ્લામાં હજુ 30 ટકા વાવેતર જ સંપન્ન થયું છે, ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં થયેલા 44063 હેકટરમાં શિયાળુ વાવેતર થયું છે. હાલમાં જિલ્લામાં સૌથી વધુ જીરુંનું 19,973 હેક્ટરમાં વાવેતર થયું છે.મોરબી જિલ્લામાં સીરામીક ઉદ્યોગની સાથે ખેતી પણ ખુબ જ સમૃદ્ધ છે, ખાસ કરીને નર્મદા યોજનાનો લાભ મળતો હોવાથી હળવદ, મોરબી અને માળિયાના કેટલાક ગામોમાં ખરીફ અને રવિ સીઝનમાં મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, એ જ રીતે વાંકાનેર અને ટંકારા તાલુકાને પણ ડેમી અને મચ્છુ સિંચાઈ યોજનાનો લાભ મળતો હોય ખેડૂતો મોટાપ્રમાણમાં ખેતી કરી રહયા છે. ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં કુલ 3,27,554 હેકટર ખેડવાણ વિસ્તાર છે. જેમાં દર વર્ષે એવરેજ 1.49 લાખ હેકટરમાં રવિ સીઝન એટલે કે શિયાળુ પાકનું વાવેતર થાય છે. જો કે, આ વર્ષ દિવાળી બાદ પણ આકરા તડકા પડતા રવિ વાવેતરમાં વિલંબ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મોરબીમાં અત્યાર સુધીમાં હજુ 44,063 હેક્ટરમાં એટલે કે 30 ટકા શિયાળુ પાકનું વાવેતર થયું છે.ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં શિયાળા વાવેતરનો 15 -11 થી રોજ પ્રારંભ થયો હતો. અત્યાર સુધીમાં સરેરાશ 1.49 હેક્ટરના વાવેતરની તુલનાએ અત્યાર સુધીમાં 44,063 હેકટર જમીનમાં જ ઘઉં, ચણા, જીરું, વરિયાળી, ઇશબગુલ, રાઈ, લસણ, ધાણા, ડુંગળી અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર થયું છે જેમાં આ વર્ષ અત્યાર સુધીમાં સૌથી વધુ જીરુંનું વાવેતર થયું છે અને બીજા ક્રમે ચણાનું વાવેતર છે. જો કે, કૃષિ વિભાગના મતે ચાલુ વર્ષે ઘઉંનું વિક્રમી વાવેતર થાય તેવા સંકેતો આપ્યા હતા._______________________________________ગત વર્ષે 1.65 લાખ હેકટરમાં રવિ પાકોનું વાવેતર થયું હતુંમોરબી જિલ્લામાં સરેરાશ 1.49 હેકટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે ચેહ જેની સામે ગત વર્ષે 1.65 લાખ હેકટર જમીનમાં શિયાળુ પાકનું વાવતેર કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ 73,000 હેકટરમાં જીરું, 32,800 હેકટરમાં ઘઉં, 15,400 હેકટરમાં ચણા અને 14,800 હેકટરમાં વરિયારી સહિતના પાકોનું વાવેતર થયું હતું_______________________________________રવિ સીઝન 2024-25માં ક્યાં તાલુકામાં કેટલું વાવેતરમોરબી જિલ્લામાં વર્ષ 2024-25માં શિયાળુ સીઝનમાં સૌથી વધુ વાવેતર હળવદ તાલુકામાં અને સૌથી ઓછું વાવેતર ટંકારા તાલુકામાં થયું છે, હળવદ તાલુકામાં સૌથી વધુ જીરુંનું વાવેતર થયું છે, જયારે ટંકારા તાલુકામાં ઘઉં અને મોરબી તેમજ વાંકાનેરમાં પણ જીરુંનું વાવેતર વધુ થયું હોવાનું સામે આવ્યું છે._______________________________________હળવદ -36,410 હેકટરવાંકાનેર -2570 હેકટરમોરબી - 2055 હેકટરમાળીયા(મી.) - 2038 હેકટરટંકારા - 990 હેકટર_______________________________________જિલ્લામાં ક્યાં પાકનું કેટલું વાવેતર_______________________________________જીરું - 19973 હેકટરઘઉં - 7790 હેકટરચણા 8095 હેકટરરાય - 1315 હેકટરવરિયારી - 1685 હેકટરલસણ - 1350 હેકટરધાણા - 765 હેકટરડુંગળી - 170 હેકટરશાકભાજી - 605 હેકટરઘાસચારો -2210 હેકટર _______________________________________