હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામની કેનાલ નજીક જીજે - 36 - એજે- 2263 નંબરના બ્રેઝા કારના ચાલકે જીજે - 13 -કયું- 3663 નંબરનું બાઈક લઈને જઇ રહેલા જુના રાયસંગપર ગામના રહેવાસી કરશનભાઇ રંગાડીયાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે કરશનભાઇના પુત્ર દિલીપભાઈએ હળવદ પોલીસ મથકમાં બ્રેઝા કારના નંબરને આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.