ફ્રી મેડિકલ ચેકઅપ અને આંખના નંબરની તપાસના નિઃશુલ્ક કેમ્પનું પણ આયોજન કરાયુંમોરબી : આજ રોજ તારીખ 6 ડિસેમ્બર ને શુક્રવારના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે બિલીવ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સો-ઓરડી મેઈન રોડ પર ભઠ્ઠાવાળી લાઈન ખાતે રાજકોટના ગોકુળ હોસ્પિટલના પ્રખ્યાત ડો. દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તથા લાઈફ કેર બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. સાથે જ શિવાય ઓપ્ટોમેટ્રી આઈ ક્લિનિક દ્વારા આંખના નંબરની તપાસ માટેનો નિઃશુલ્ક કેમ્પ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના આંખના નંબરની તપાસ કરી આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને ડો. બાબાસાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.