છેલ્લા ઘણા સમયથી બગીચામાં પાણી વહી રહ્યા છે, પાલિકા કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના કેસરબાગમાં સંપનો ટાકો લીક થતા પાણીની રેલમછેલ થઈ રહી છે. અહીં બગીચામાં પાણી ભરાઈ રહ્યા હોવાની ફરિયાદો મળી છે. પાલિકા હવે ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.મોરબીમાં સામાકાંઠે કેસર બાગમાં બગીચામાં છેલ્લા 5થી 6 મહિનાથી પાણી ભરાઈ રહ્યા છે. અહીં સંપનો ટાંકો લીક હોવાને કારણે અવાર નવાર પાણી બાગમાં ભરાય જાય છે. જે મામલે પાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી માંગ ઉઠી છે.