મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તારીખ 8-12-2024ને રવિવારના રોજ સવારે 8 થી 1 કલાક દરમ્યાન સનાળા રોડ, ઉમીયા સર્કલ પાસે, સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા તથા બીયારણ, દેશી, ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલા તાવડી, પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલા ચકલીના માળા આ ઉપરાંત જાનકી ઓઈલ મીલ ઘાણીથી પીલે્લ કાળા સફેદ તલ ની સાંનિ કચ્ચરીયુ ત્થા તેલ શુદ્ધ મગફળી નું તેલ દરેક બીમારીમા ઉપયોગી દેશી ખાંડ સિંધાલૂણ ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી વગેરે રાહત ભાવે મળશે. દર મહિનાના બીજા રવિવારે આ સંસ્થા દ્વાર ખેડૂત હાટ ભારવામાં આવે છે આ દરમ્યાન દરેકે પર્યાવરણના રક્ષણ અર્થે કાપડની થેલી લઈ આવવા પ્રમુખ વી.ડી.બાલા (મો.નં. 9427563898) અને લવજીભાઈ પ્રજાપતિ (મો. નં. 9925369465)ને યાદીમાં જણાવ્યું છે.