આગામી 16મીએ ખેડૂતો અને અધિકારીઓ સાથે બેઠક : ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તા.9 સુધીના મોકલી દેવા અનુરોધહળવદ : હળવદ વિસ્તારમાં જે કોઈ કેનાલના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા ધારાસભ્ય દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના માટે ખેડૂતોને પોતાના પ્રશ્નો મોકલી દેવા ધારાસભ્ય દ્વારા અપીલ પણ કરાઈ છે ધ્રાંગધ્રા તથા હળવદ તાલુકાના નર્મદા નિગમના કેનાલના પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતો અને અધિકારીઓ આગામી તા.16ના રોજ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા બેઠકનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. જે ખેડૂતોને કેનાલને લગતા પ્રશ્નો હોય તેઓએ તા. 9 સુધીમાં અરજદારનું નામ, મોબાઈલ નંબર, ગામનું નામ, કેનાલ/પેટા કેનાલના નામનો ઉલ્લેખ સાથે પ્રશ્નની વિગતો મોબાઈલ નં. ૯૮૨૪૦ ૨૧૪૯૨ ઉપર મોકલી આપવા ધારાસભ્યએ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હળવદ- ધ્રાંગધ્રાથી મોરબી બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચ નીકળે છે. પેટા કેનાલના કામ બાકી હોય, પાણી બરાબર ન મળતું હોય, સાફ સફાઈ ન હોય તે સહિતના કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂતો ધારાસભ્યને મોકલી શકે છે.