ગામ લોકોએ ફૂલડે વધાવી ગામના ગૌરવને વધાવ્યું હળવદ : હળવદ તાલુકાના નાના એવા મંગળપર ગામનો યુવાન અગ્નિવીર આર્મીમાં પસંદગી પામતા નાના એવા ગામમાં હરખ છવાયો છે. ત્યારે આજે ગુરુવારે આ યુવાન પોતાની તાલીમ પૂર્ણ કરી વતન પરત આવ્યો હતો. જેથી ગ્રામજનોએ વાજતે-ગાજતે સ્વાગત કરી યુવાનને ફૂલડે વધાવ્યો હતો. સાથે જ ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાયો હતો. હળવદ તાલુકાના મંગળપર ગામે રહેતા સાગરભાઈ બીજલભાઈ ઠાકોર નામના યુવાનને નાનપણથી જ દેશ સેવાનું સપનું જોયું હોય જેથી તેણે તનતોડ મહેનત કરી હતી. જે બાદ અગ્નિવીર આર્મીમાં પસંદગી પામ્યો હતો. વધુમાં યુવાન અગ્નિવીરમાં જોડાયા બાદ તાલીમ પૂર્ણ કરી યુવાન પ્રથમ વખત માદરે વતન પરત આવ્યો હતો. ત્યારે મંગળપર ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો અને ગામ લોકોએ વાજતે-ગાજતે સાગરભાઇનું સ્વાગત કર્યું હતું. સાથે જ લોકોએ ફૂલડે વધાવી ગામના ગૌરવને વધાવ્યું હતું.