સ્ટેમ્પ પેપર યુનિટ બંધ હોવા મામલે સામાજિક કાર્યકરોની કલેકટરને રજુઆતમોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં સ્ટેમ્પ પેપર યુનિટ બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મોરબી તાલુકા મામલતદાર અને મોરબી કલેકટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને દેવેશ રાણેવાડીયા દ્વારા રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી તાલુકા સેવા સદનમાં સ્ટેમ્પ પેપર યુનિટ બંધ થવાથી અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. અરજદારોને નાના-મોટા કામ માટે સોગંદનામા કરાવવા પડે છે. જેમાં સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે. ત્યારે સરકારી તાલુકા સેવા સદનમાં સ્ટેમ્પ પેપર યુનિટ બંધ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન અરજદારોએ સ્ટેમ્પ પેપરમાં પ્રાઇવેટ સ્ટેમ્પ પેપર વાળા પાસે સ્ટેમ્પ કઢાવવા પડે છે. જે છેલ્લાં 15 - 20 દીવસથી બંધ છે. જેના કારણે નોટબંધીની જેમ લાઈનમાં ઉભું રહેવું પડે છે. સામાન્ય 50 રૂપિયાનો સ્ટેમ્પ કઢાવવા 80 - 90 રૂપિયા ચૂકવવા પડે છે. આ દરમ્યાન વિધવા માતા, બેહનો, વૃદ્ધ, વડીલો અને અભણ હેરાન થાય છે. ત્યારે આ દરમ્યાન મામલતદાર, કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. ત્યારે આ વિષય પર ગંભીરતાથી વિચારવા અને રજુઆત પર ધ્યાન આપી સ્ટેમ્પ પેપર યુનિટ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.