આ કામગીરીનો રેકોર્ડ ગૂમ થયાનું જાહેર થતા શંકાના વાદળો ઘેરાયા : કિશોર ચીખલીયામોરબી : મોરબીમાં નગરપાલિકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, નંદીઘર, ભૂગર્ભ ગટરના કરવામાં આવ્યા હતા. આ કામ અંગેના મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા રેકોર્ડની માંગણી કરી કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં નગરપાલિકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીની ઢોરમુક્ત બનાવવા નંદીઘર, (45)ડી હેઠળના કામો તેમજ ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવ્યા હતા. આ કામો પ્રજાના ટેક્સના આવકમાંથી કરવામાં આવ્યા છે. અને તેમાં પ્રજાના પરસેવો રેડાયેલો છે. જેથી ગત તા. 30-7-2024ના રોજ વિરોધપક્ષ તરીકે આ કામોની વિગત લેટરપેડ પર માંગવામાં આવી હતી. આ તમામ કાર્યોમાં ક્યાંકને ક્યાંક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોય, જેના રેકોર્ડ હાલ નગરપાલિકા કચેરી ખાતે ગુમ થયા હોય તેવી શંકાના વાદળો છે. જો આ માહિતી પ્રજા સમક્ષ આવે તો તેમાં અનેક અધિકારીઓ તથા નેતાઓના ભ્રષ્ટાચારના ચહેરાઓ ખુલે એમ છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેના કારણે આજદિન સુધી કોઈ પણ માહિતી પૂરી પાડવામાં આવી નથી.