હળવદના માથક ગામનો બનાવ : યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા યુવાનને માથક ગામે દારૂના ડખ્ખામાં છરી જીકી દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેથી યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા રોહિતભાઈ દેકાવાડીયા અને તેના કાકા અને પિતરાઈ સાથે દારૂ લેવા માટે માથક ગયા હોય ત્યારે માથક ગામનો અજો નામના શખ્સે બોટલ નથી. તેમ કહી ના પાડી દેતા ડખ્ખો થયા બાદ રોહિત નામના યુવાનને અજાએ પીઠમાં છરી ભોંકી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.જેથી હાલ ઇજાગ્રસ્ત યુવાનની રાજકોટ ખાતે સારવાર ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.