ઘઉં, તલ, મગફળી, જીરું સહિત શાકભાજીની પણ સારી આવક થઈમોરબી : આજ રોજ તારીખ 5 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, જીરું, બાજરો સહિતના પાકોની આવક થઈ છે. આજે કપાસની પણ સારી આવક થઈ છે. આજ રોજ 11310 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1500 બોલાયા છે. 5 ડિસેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 654 તો તલના 2258, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1142 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4454 જેટલા બોલાયા છે. બાજરાના 601, રાયના 1182, અડદના 1522, ચણાના 1228, એરંડાના 1200, અને સોયાબીનના 792 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીની આવકમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 800 રૂપિયા, કોબીજના 460 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 660 રૂપિયા ભાવ બોલાયા છે.