મોરબી : હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ અકસ્માતના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો મૂળ ઉતરપ્રદેશનો રહેવાસી આરોપી હાલમાં ભરૂચ જિલ્લામાં હોવાની બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામેથી આરોપી સતેન્દ્ર જયરામ યાદવ ઉ.26 વાળાને પકડી પાડી હળવદ પોલીસને હવાલે કર્યો હતો.