મોરબી : સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલ માટેલ ધરામાં આજે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરી હતી. હાલ મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ આ અજાણ્યો યુવક રાજકોટ બાજુનો હોવાનું જાણવા મળી રહ્યું છે.