એલસીબીની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો : ચોરી કરેલ રોકડ અને એક ઘડિયાળ કબ્જે કરાઈહળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલપંપમાં થયેલ ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી બે આરોપીઓને રૂ. ૧,૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે. આ ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના વેગડવાવ ગામે ગત તા.૩૦ના રોજ જય ભવાની પેટ્રોલપંપની ઓફીસમાં કર્મચારી સુતા હતા. ત્યારે એક નંબર પ્લેટ વગરની ગ્રે-કલરની મારૂરી સ્વીફ્ટ કારમાં અજાણયા ત્રણ ઇસમો આવી પેટ્રોલપંપની ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડા રૂપીયા ૩૩,૦૦૦/- તથા ટેબલ ઉપર રાખેલ ફાયરબોટ કંપનીની સ્માર્ટ વોચ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૦૦૦/-ની મતાની ચોરી કરી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળેલ કે આ સ્વીફ્ટ કાર હાલમાં હળવદમાં મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલ નજીક ઉભેલ છે. ટીમે સ્થળ ઉપર જઈ સુલેમાન ઉર્ફે લક્કી સમા રહે.માધાપર, ભુજ તથા મુસ્તાક પચાણભાઇ સમા રહે.જુના દેઢીયા, ભુજ વાળાને રોકડા રૂપીયા-૩૧,૦૦૦/- તથા ચોરીમાં ગયેલ સ્માર્ટ વોચ નંગ-૧ સાથે પકડી પાડ્યા છે. આ ઉપરાંત ઇશાભાઇ રાયબભાઇ સમા રહે.જુના દેઢીયાવાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ આરોપીઓ કાર ભાડેથી લઇ આવી મોરબી તથા આસપાસના જિલ્લાઓમાં મોડી રાત્રીના સમયે હાઇવે પર આવેલ પેટ્રોલપંપમાં રેકી કરી પેટ્રોલપંપના કર્મચારીઓ સુઇ ગયેલ હોય તેવા સમયે પેટ્રોલપંપની ઓફીસમાં હથીયારો સાથે ઘુસી પેટ્રોલપંપમાં રહેલ રોકડા રૂપીયા તથા ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ વાળા હોવાનું સામે આવ્યું છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, PSI એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.