મોરબી : લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા આગામી તારીખ 5 ડિસેમ્બર ને ગુરુવારના રોજ મોરબીમાં શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ કરવામાં આવશે. શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે ત્યારે લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડો. બી.કે. લહેરૂના જણાવ્યા પ્રમાણે રાહત દરે શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ 5 ડિસેમ્બરે મોરબીમાં બે સ્થળે કરવામાં આવશે. જેમાં મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરા હાઉસિંગ બોર્ડના કોમ્યુનિટી હોલ ખાતે અને શનાળા રોડ પર આવેલા ડો. બી.કે. લહેરૂ દવાખાના ખાતે આ અડદિયાનું રાહત દરે વિતરણ કરાશે. વધુ માહિતી માટે મો.નં. 99132 22283 પર સંપર્ક કરવા જણાવાયું છે.