સતત બીજા દિવસે લીંબુના ભાવમાં ઘટાડો, આજે પ્રતિ મણે 200 રૂપિયા ઘટ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે સફેદ સોનું ગણાતા કપાસની આવક વધી રહી છે. આજે પણ મોરબી યાર્ડમાં 2476 ક્વિન્ટલ કપાસની આવક થવા પામી છે. કપાસ ઉપરાંત. ઘઉં, તલ, મગફળી (જીણી), જીરું, બાજરો, જુવાર, અડદ, ચણા, કાળા તલ, રાય અને સોયાબીન જેવા પાકોની આવક થઈ છે. આજે 3 ડિસેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2476 ક્વિન્ટલ એટલે કે 12380 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1500 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે. આજે ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 662 તો તલના 2276, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1184 સુધી બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4500 જેટલા બોલાયા છે. બાજરાના 585, જુવારના 900 રૂપિયા, અડદના 1542, ચણાના 1217, કાળા તલના 4200, રાયના 1082 અને સોયાબીનના 818 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીની આવકમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 800 રૂપિયા, કોબીજના 340 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 660 રૂપિયા ભાવ બોલાયા છે. એટલે કે ગઈકાલ કરતાં લીંબુના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો ઘટાડો થયો છે.