આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો તેમજ સ્વાગત પોર્ટલના પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ 20-12-2024ના રોજ સવારના 10:30 કલાકથી બપોરના 1:30 કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના 1 થી 6 પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.